ગુજરાત વેટના નિયમોમાં થયેલ સુધારાઓ અંગે
ગુજરાત વેટના નિયમોમાં થયેલ સુધારાઓ અંગે
(તા. ૧૫/૧૦/૨૦૧૪ના જાહેરનામાંથી અમલમાં)
(તા. ૧૫/૧૦/૨૦૧૪ના જાહેરનામાંથી અમલમાં)
૧. તમામ વેપારીઓ માટે ઈ-રીટર્ન રજુ કરવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે.
૨. નવો નોંધણી નંબર મેળવતાં વેપારીએ પ્રથમ ૧૨ માસ માટે માસિક રીટર્ન ભરવું પડશે. ૧૨ માસ પૂર્ણ થયા બાદ માસિક કે ત્રિ-માસિક રીટર્ન ભરી શકાશે.
૩. જે વેપારીઓએ આ સુધારો દાખલ થયા તારીખ ૧૫ - ૧૦ – ૨૦૧૪ પહેલાં નોંધણી નંબર લીધો હોય અને નોંધણી નંબર લીધાને ૧૨ માસ પુરા થયા ન હોય તેવા વેપારીઓએ જ્યાં સુધી નોંધણી નંબરની તારીખથી ૧૨ માસનો સમય પૂરો ન થાય ત્યાં સુધી માસિક રીટર્ન ભરવું પડશે.
૪. માસિક રીટર્ન : નીચેના વેપારી સિવાયના તમામ વેપારીઓ માસિક રીટર્ન ભરવા જવાબદાર છે
- વાર્ષિક રૂ. ૭૫ લાખથી ઓછા ટર્નઓવરનું ગુજરાત રાજ્યમાંથી માલની ખરીદી કરી તેનું પુન: વેચાણ કરનાર વેપારીઓ (કલમ -૧૪)
- વર્કસ કોન્ટ્રાક્ટના વ્યવહારો કરનાર (કલમ -૧૪એ)
- ખેત પેદાશોનો વેપાર કરનાર કમીશન એજન્ટો (કલમ -૧૪બી)
- માલ ભાડે આપવાનો વ્યવહાર કરનાર (કલમ -૧૪સી)
- ખાવા પીવાની ચીજવસ્તુઓનો વેપાર કરનાર હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ વિ. (કલમ -૧૪ડી)
- ઉચ્ચક વેરાનો વિકલ્પ સ્વીકારનાર વેપારીઓ
- ઉપર જણાવેલ વેપારીઓ સિવાયના એવા વેપારીઓ કે જેનો અગાઉના પણ વર્ષમાં કુલ વાર્ષિક વેરો રૂ. ૬૦,૦૦૦/-થી ઓછો ભરેલ હોય.
- ખાંડ કે ખાંડસરીનું ઉત્પાદન કરતી સહકારી મંડળીઓ .
૬. નોન – લોક્લાઈઝ્ડ ડીલર માટે કાયમી ધોરણે માસિક રીટર્ન ભરવાનું રહેશે.
૭. હવેથી ઓડિટ રિપોર્ટનું પણ ફરજીયાત ખાતાની વેબસાઈટ પર ઈ-ફાઈલિંગ કરવાનું રહેશે.
૮. નોંધણી નંબરની અરજી સાથે ફોર્મ નં. ૧૦૧એફ માં બાહેંધરી આપવાની રહેશે.
૯. મહિનો પૂરે થયે થી ૨૨ દિવસ માં ટેક્ષ ભરવાનો અને રીટર્ન મહિનો પૂરો થયેથી ૩૦ દિવસમાં ભરવાનું રહેશે.
CA Hardik Mehta
Gandhidham Kutch
Mob. + 91 93279 16686
E-mail :hjmehta91@gmail.com
Category : VAT | Comments : 0 | Hits : 1801
CA Sansaar

Comments